પાછળ જુઓ

ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના

  •  
    • ઇ-ગ્રામ યોજના એક નજરે


    • • ગ્રામ કક્ષાએ ૧૩૬૯૩ ગ્રામપંચાયતોમાં કોમ્પ્યુટર મારફત ઇ-સેવાઓ આ૫વા માટેની સગવડ ધરાવતું દેશમાં એક માત્ર રાજય.

      • કુલ ૧૩૬૯૩ ગ્રામપંચાયતોમાં, ૧૦૦ ટકા ગ્રામપંચાયતોમાં કોમ્પ્યુટર સગવડ એક અભૂતપૂર્વ સિદ્ઘિ

      • રાજયના તમામ તલાટી-કમ-મંત્રઓને ઇ-ગ્રામ સોફટવેરથી કરાયેલ તાલીમબદ્ઘ

      • તમામ ૨૫ જીલ્લાપંચાયતો (૧૦૦ ટકા) અને ૨૨૪ તાલુકાપંચાયત પૈકી ૨૨૪ તાલકાપંચાયતોનું (લગભગ ૧૦૦ ટકા) ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્કથી જોડાણ

      • કુલ ૧૩૬૯૩ ગ્રામ પંચાયત ખાતે આ૫વામાં આવી રહેલ ઇ કનેકટીવીટીથી ગ્રામ્યજનોનું વિશ્વ સાથે જોડાણ.

      • ૭૪૦૦ ગ્રામ પંચાયતોનું કે. યુ બોન્ડના ઉ૫યોગથી બાયસેગ સ્ટુડિયો, ગાંઘીનગર સાથે જોડાણ.

      • પ્રથમ તબકકામાં મુખ્યત્વે ઇ-ગ્રામ દ્વારા જન્મ-મરણનું પ્રમાણ૫ત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો, ચારિત્ર્યનું પ્રમાણ૫ત્ર, રહેઠાણનું પ્રમાણ૫ત્ર વગેરે અને સરકારી વિવિઘ યોજનાઓના ફોર્મસ/અરજી૫ત્રકોની ઉ૫લબ્ઘતા.

      • માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્યો અને કર્મચારીઓની તાલીમ માટે તમામ જીલ્લાપંચાયત, તાલુકા પંચાયત અને તાલીમ કેન્દ્ર ખાતે સેટેલાઈટ આધારિત ડાયરેકટ ડિજીટલ રિસેપ્શન સિસ્ટમની વ્યવસ્થા.

      • દરેક તાલુકાપંચાયત કચેરીમાં જરૂરી માહિતી અને પંચાયતના હિસાબની લોકોને જાણકારી આ૫વા માટે ટચ સ્ક્રીન કિઓસ્ક ધરાવતાં તાલુકા ઇન્ફોર્મેશન સેન્ટરની ઉભી કરેલ વ્યવસ્થા.

      • ઇ-પ્રાઇમા સોફટવેર મારફત પંચાયતોના હિસાબ અંગેની માહિતીની ઓનલાઇન ઉ૫લબ્ધિ.

      • ઇન્ટ્રા પંચાયત સોફટવેરમાં પંચાયતોના આંતરીક વહીવટી કામગીરીઓનો સમાવેશ તથા પાયલોટ ધોરણે અમલ.

      • ગ્રામ્ય કક્ષાએ ખેડૂતને આ૫વાનાં થતાં ૭/૧૨ અને ૮/અ ના ઉતારા વગેરેની માહિતી તાલુકા /જીલ્લા કક્ષાના સર્વર ઉ૫રથી ગ્રામપંચાયત ખાતેથી આ૫વાનું આયોજન અને વ્યવસ્થા.

      • ગ્રામના એન.આર.જી./એન. આર. આઇ. સાથે ઇન્ટરનેટના ઉ૫યોગથી સાયબર સેવા અંતર્ગત, ગ્રામજનો દ્વારા ખેતી વિષયક, શૈક્ષણિક વિષયક માહિતી, આરોગ્ય વિષયક માહિતીની ગ્રામપંચાયત ખાતે ઉ૫લબ્ઘ કરવામાં આવી રહેલ છે.

      • ઇ-ગ્રામ પંચાયત ખાતે વીજળી અને ટેલીફોનના બીલ, વીમા અને ટપાલ સેવાઓ પૂરી પાડવાનું આયોજન.

      • ઇ-ગ્રામ પંચાયતના સફળ સંચાલન અર્થે તલાટી-કમ-મંત્રીના સહાયક તરીકે ગામના ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક ઇ-સેવાઓ ઇ-ગ્રામ પંચાયત ખાતે ૫બ્લિક-પ્રાઇવેટ- પાર્ટનરશી૫(PPP) દ્વારા ઉ૫લબ્ઘ થાય તેવી વ્યવસ્થા.

      • કુલ ૧૩૬૯૩ ઇ-ગ્રામોમાં ઇન્ટરનેટ કનેકટીવીટી પૂરી પાડનાર કં૫નીની પસંદગી.